વેલાતર પરિવાર, સરઢવ

આપનું હાર્દિક સ્વાગત કરે છે

આ વિસ્તારની ઐતિહાસિક લોકોકિત પ્રમાણે આજથી ૧૦૦૦૦ વર્ષ પૂર્વે આ ભૂમિ ગોચર હતી. અહિયાં રૂપાવટીનગરીના રાજાની સાંઢો ચરતી હતી.આ કારણે આ જગ્યાનું નામ પડ્યું સાંઢોવાળું. અને કાળક્રમે લોકવાણીમાં તેનું રૂપાંતર થયું સાંઢવ-અને તે પછી સૈઢવ અને અંતે સરઢવ.

એક વાત, આજથી ૫૦ વર્ષ પહેલાં જ સમાજના અન્ય ગામમાંથી ટપાલ આવતી ત્યારે મુ.પો . સૈઢવ,તા. કલોલ, જી.મહેસાણા એ સરનામાની પેટર્ન હતી. એટલે સૈઢવ બહુ જુની વાત નથી એ જાણ સારું. પરન્તુ આજે "સૈઢવ" એ જુની વાત થઈ ગઈ છે. ઈતિહાસ બની ગઈ છે અને “સરઢવ” એ હકીકત બની ગઈ છે. આજે તો સરઢવ એટલે શિક્ષિત-સંસ્કારી, સમૃદ્ધ અને તમામ આધુનિક સગવડો ધરાવતું પ્રગતિશીલ ગામ.

સરઢવ ગામમાં તમામ જ્ઞાતિના લોકોનો વસવાટ. અંદાજે દસ હજારની વસ્તીનું ગામ. ગામમાં વસતા તમામ જ્ઞાતિના લોકો પ્રમાણમાં ખાધે-પીધે સુખી અને સમૃદ્ધ. ક્યારેક સમૃદ્ધિના દૂષણના દર્શન પણ થાય. તમામ જ્ઞાતિના લોકો પોતાના રીત–રિવાજ અને પરંપરા મુજબ શાંતિ અને ગૌરવથી જીવન જીવે છે. ગામમાં જ્ઞાતિવાદના દૂષણનું નામોનિશાન ન મળે.

સરઢવ ગામમાં વધારે વસ્તી પાટીદાર સમાજની. પાટીદાર સમાજનાં પણ ખોખવળા, વેલાતર, રખેવળા, પોકાર, દવોડ, ગોવળ જેવી પાટીઓ (પાટી-તળપદી ગુજરાતી ભાષાનો શબ્દ એટલે પાર્ટી.)સરઢવ ગામની થાંભલી એટલે વસવાટની શરૂઆત આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલા કરેલી જેની વાતો-ગાથાઓ કણોપકર્ણ સંભળાતી અને મનાતી આવી છે જેની વધારે માહિતી ઉપલબ્ધ નથી.

Inauguration of Social Website

October 2015

Inauguration of Social Website " www.velatarparivarsardhav.org " by Velatar Parivar Sardhav on 15th Ocotober 2015 at 05.15 PM

Read More..


VIEW MORE

Member Form